પ્રોહિબિશનના ગુનામાં 13 વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાન રાજ્ય ખાતેથી પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષી, સુનિલભાઈ પરમાર, શક્તિસિંહ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે નવીનભાઈ જોષીનાઓને બાતમી હકીકત મળેલ કે, નખત્રાણા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૫૧૦૨/૨૦૧૨ પ્રોહી કલમ ૬૬-બી, ૬૫ (એ), (ઇ),૮૧,૧૧૬ બી, ૯૯ મુજબના ગુના કામેના નાસતો ફરતો આરોપી કમલસિંહ મગસિંહ સોઢા રહે. દેવીકોટ રાજસ્થાન વાળો હાલે બાડમેર જીલ્લાના ડુંગરી ચેક પોસ્ટ પાસે રહે છે અને ત્યા હાજર છે જેથી પોલીસ ઇન્સપેકટરશ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ નાઓને ઉપરોકત વિગતની જાણ કરી તેઓની સુચના થી તુરંત જ હકીકત આધારે વર્કઆઉટ કરી બાડમેર જીલ્લાના ખાતે જઇ તપાસ કરતા ઉપરોકત હકીકત વાળો આરોપી ડુંગરી ચેક પોસ્ટ ખાતેથી મળી આવતા ઉપરોકત ગુના કામે સમજ કરતા મજકુર આરોપી પોતે ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી લઇ આવી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી

  • કમલસિંહ મગસિંહ સોઢા ઉ.વ. ૫૬ રહે. ગામ બોલા તા. ફતેગઢ જી. જેશલમેર, રાજસ્થાન