ભુજમાં ધોળા દિવસે બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 1.80 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર
copy image

ભુજમાં ધોળા દિવસે બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. બંધ ઘરના તાળા તોડી કુલ કુલ 1,80,000ની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ખારી નદી રોડ પરની સર્વોદયનગર નામની કોલોનીના મકાનમાં ચોઈ ઈશમોએ ખાતર પાડ્યું હતું. ગત તા. 16/11ના સવારના સમયે આ બનાવના ફરિયાદી એવા ગીતાબેન સફલરાય ઘરને તાળું લગાવી અને નોકરી પર ગયેલ હતા. બાદમાં સાંજે પરત આવીને જોતાં ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળેલ હતું ઉપરાંત ઘરનો તમામ સર સામાન વેર-વિખેર હાલતમાં જણાયો હતો. વધુ તપાસ કરતાં અહીથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ કુલ 1,80,000ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.