વરસામેડી નજીક ધડાકાભેર અકસ્માત સર્જાયો : બેકાબૂ બનેલો આઇસર ટેમ્પો ગેરેજમાં ઘૂસી ગયો
copy image

અંજારના વરસામેડી નાકા નજીક રેલવે સ્ટેશન રોડ પર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેકાબૂ બનેલો આઇસર ટેમ્પો ગેરેજમાં ઘૂસી જતાં લોકો ભયમાં મુકાયા હતા. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ટેમ્પોચાલકે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતાં બેકાબૂ બનેલ ટેમ્પો ગેરેજમાં ધસી ગયો હતો. બનાવને પગલે ગેરેજમાં ઉભેલ દ્વિચક્રીય વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. વધુમાં જાણકારી મળી રહી છે ટેમ્પોના બ્રેક ફેઇલ થઈ જવાના કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી.