વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા નખત્રાણા-નિરોણા-લોરીયા રસ્તાઓને સમથળ કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર કમોસમી વરસાદ બાદ બિસ્માર તેમજ નુકસાનગ્રસ્ત માર્ગોને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરી નાગરિકોની સુખાકારી માટે શહેરોમાં તંત્ર દ્વારા રોડ-રસ્તાની રીસર્ફેસીંગ અને સમારકામ કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં નખત્રાણા-નિરોણા-લોરીયા રસ્તાની માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ભુજ દ્વારા તાત્કાલિક રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાહનોની અવર જવરમાં કોઇ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવા અને નાગરિકોને સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.