નવસારીમાં આજથી સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટીટી ટુર્નામેન્ટનો પ્રારંભ

ગુજરાત સ્ટેટ  ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને નવસારી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો નવસારીના લુન્સિકૂઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે શનિવારથી પ્રારંભ થશે.  આ ટુર્નામેન્ટએન જે ગ્રૂપ દ્વારા સ્પોન્સર  કરવામાં આવી છે.


ગુજરાત સ્ટેટના ટેબલ ટેનિસ ઇતિહાસમાં પહેલી વાર અંડર-19 કેટેગરીમાં પ્રાઇઝ મની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જે નવસાર જિલ્લા એસોસિયેશનને આભારી છે. આ સ્પર્ધામાં બોયઝ અને ગર્લ્સ વિભાગમાં ગુજરાતના મોખરાના આઠ આઠ ખેલાડી ભાગ લેશે. આ ઉપરાંત બંને કેટેગરીમાં બે બે સ્થાનિક ખેલાડીઓને પ્રવેશ અપાયો છે. લીગ કમ નોકઆટ ધોરણે રમાનારી આ ટુર્નામેન્ટમાં 64,000 રૂપિયાના પુરસ્કારો એનાયત કરાશે. આ ઉપરાંત આયોજકોએ તમામ સ્પર્ધકો માટે વિનામૂલ્યે રહેવાની, ભોજનની તથા મુસાફરીની જોગવાઈ કરી છે.


ભારતીય લઘુમતિ કમિશનના વાઇસ ચેરમેન (ભૂતપૂર્વ) અને નવસારી જિલ્લા ટીટી એસોસિયેશનના પ્રમુખ કેરસી ડાબુએ જણાવ્યું હતું કે “અમે લાંબા સમયથી સ્ટેટ લેવલની  ટીટી ટુર્નામેન્ટ યોજવા માગતા હતા. આ ઇવેન્ટથી રાજ્યના મોખરાના તથા સ્થાનિક ખેલાડીઓનો વિકાસ થશે. તેનાથી અમારા પ્રતિભાશાળી  સ્થાનિક ખેલાડીઓને રાજ્યના મોખરાના ખેલાડીઓ સામે રમવાની તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.


એનડીટીટીએના સેક્રેટરી તથા જીએટીટીએના જોઇન્ટ સેક્રેટરી કેરમાન પટેલે જણાવ્યું હતું કે પ્રાઇઝ મની ફોર્મેટથી સ્પર્ધામાં તીવ્રતા આવશે અને યુવાનોને ઉચ્ચ કક્ષાએ રમવા માટે પ્રેરિત કરશે. ભાગ લઈ રહેલા તમામ ખેલાડીમાં સમાન કૌશલ્ય છે જેને કારણે પ્રારંભથી જ કેટલીક રોમાંચક મેચો જોવા મળી શકે છે. આ ટુર્નામેન્ટ તેમને સારો અનુભવ પૂરો પાડશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

સ્પર્ધકોની યાદીઃ
અંડર-19 બોયઝઃ જન્મેજય પટેલ, ધ્યેય જાની, પૂજન ચદારાણા, હર્ષવર્દન પટેલ, હેત ઠાકર, વેદ પંચાલ, અભિલાક્ષ પટેલ, પવન કુમાર. પ્રિત પટેલ, સમર્થ ધિમ્મર.


અંડર-19 ગર્લ્સઃ પ્રથા પવાર, રિયા જયસ્વાલ, સિદ્ધિ બલસારા, વિશ્રુતિ જાદવ, મહેક સેઠ, સિદ્ધિ પટેલ, દિયા ગોદાણી, શિવાની ડોડિયા, સૂચિ પટેલ, વિધિબા સોલંકી, પ્રિન્સી પટેલ, મુસ્કાન યાદવ.

સાથે ફોટો સામેલ છેઃ જન્મેજય પટેલ, રિયા જયસ્વાલ, પ્રથા પવાર, ધ્યેય જાની.