પશ્ચિમ કચ્છમાં ચેકિંગ દરમ્યાન કુલ 119.44 લાખની વીજચોરી ઝડપાઈ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ વર્તુળ કચેરી દ્વારા ગત તા. 17 થી 21 નવેમ્બરના સમયગાળા દરમ્યાન હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમ્યાન કુલ 119.44 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે, ભુજ, મુંદરા, માંડવી, નખત્રાણા, દયાપર, ખાવડા સહિતના વિસ્તારમાં 25 જેટલી ચેકિંગ ટીમો દ્વારા ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ચેકિંગ ટીમોએ ઘર વપરાશના અને વાણિજયના 2957 જોડાણની તપાસ કરી હતી.