નાની દધ્ધરની સીમમાં આવેલ તળાવ પાછળની બાવળોની ઝાડીઓમાં દેશી બનાવટની બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે પોલીમ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા માહેબ, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકવી, પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ ગેરકાયદેશર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં મંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરથી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.

દરમ્યાન આજરોજ તા.૨૨/૧૧/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી.ના સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એમ.આઈ દશરથભાઈ રાણાભાઈ થાવડા તથા પો.હે.કો પ્રકાશભાઈ ઘેલાભાઈ ચૌધરીનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ તાલુકાના નાની દધ્ધર ગામની ઉતરાદી સીમમાં આવેલ તળાવ પાછળની બાવળોની ઝાડીઓમાં આરોપી અકબર જલાલ છેર, ઉ.વ.૨૮, રહે.ગામ નાની દધ્ધર તા.ભુજવાળાને ઝડપી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદુક (અગ્નિશરસ્ત્ર) કિ.રૂ.૨,000/- ની ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ ખાવડા પોલીસ સ્ટેશન

A

ખાતે બાર્સ એક્ટ તથા હથિયાર જાહેરનામાં ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગત

-અકબર જલાલ છે?, ઉ.વ.૨૮, રહે.ગામ નાની દધ્ધર તા.ભુજ

પકડાયેલ મદામાલની વિગત-

(૧) દેશી બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) નંગ ૦૧, કિ.રૂ. ૨,૦૦૦/-

(૨) મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/-

(૩) રોકડા રૂ.૧૩૦/-

એમ કુલ્લ કિ.રૂ.૨૬૩૦/-

  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી સાહેબ તથા એ.એસ.આઈ. દશરથભાઈ ચાવડા, નરેન્દ્રસિંહ ઝાલા, લા, રજાકભાઈ સોતા તથા પો.હેડ.કોન્સ પ્રકાશભાઈ ચૌધરીનાઓએ સદર કામગીરી કરેલ છે.