વન્યપ્રાણીનો શિકાર કરતા ત્રણ ઝડપાયા

મેº મુખ્ય વન સંરક્ષક સાહેબ શ્રી કચ્છ વન વર્તુળ તથા નાયબ વન સંરક્ષક શ્રી કચ્છ પશ્ચિમ વન વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન ગુના તથા વન્યપ્રાણી શિકારના ગુના અટકાવવાની જુંબેશના અનુસંધાને આજ રોજ તારીખ ૨૧-99-૨૦૨૫ ના દયાપર ઉત્તર રેન્જ નારાયણ સરોવર રાઉન્ડમાં રાત્રિ પેટ્રોલીંગ સમયે મોજે કોરિયણી તા-લખપત,જીલ્લો-કચ્છમાં ગામેથી વન્યપ્રાણી સસલું નંગ-૧ ના શિકાર તથા સાંઢોં નંગ -૬ ને નુકસાન કરવા બાબત ત્રણ વ્યક્તિને પકડેલ જેઓની પાસેથી અટક કરેલ મુદ્દા માલ સસલું(મૃત)નંગ-૧, તથા સાંઢ્ય નંગ-૬, મોટર સાયકલ નંગ-૨, હાથ બેટરી નંગ-૧,,મોબાઈલ નંગ-3 કબજે કરી તેઓની સામે વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ની કલમ ૨ (૧૪) (૧૬) (૩૫) (૩૬),૯,૨૯,૩૯,૫૦,૫૧,૫૨,૫૫ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ.

આરોપીના નામ

સરનામું

૧ કોલી હિરજી ખમીશા

કોરિયાણી-લખપત

૨ કોલી કિશોર ઉમરશી

સુખપર – નખત્રાણા

૩કોલી ગુલાબ બાબુલાલ

લુડવા-માંડવી

કામગીરી કરનાર

૧ શ્રીપી.જે આશરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, દયાપર ઉત્તર રેન્જ,૨. શ્રી ડી.આર.જોશી. ઇ.વનપાલ દયાપર,૩-એમ.જે.ભીલ વનરક્ષક