PIએ લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં : અમદાવાદના વેજલપુરમાં P। સામે છેડતીની ફરિયાદ

અમદાવાદમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બનવાની શરમજનક ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા PI બરકત અલી ચાવડા સામે છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. 19 વર્ષીય યુવતીએ PI બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે, ઘટના બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. લિફ્ટ બંધ થતા Plએયુવતીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. યુવતીના કહેવા પ્રમાણે PI એ તેના ખભા પર હાથ મૂકીને શારીરિક અડપલાં કર્યા હતા. અચાનક બનેલી ઘટનાએ યુવતીને ખૂબ ગભરાવી નાખી હતી. છતાંય હિંમત કરીને યુવતીએ 181 ‘અભયમ’ હેલ્પલાઇન પર તાત્કાલિક કોલ કર્યો. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદ આધારે PI સામે ગુનો નોંધ્યો છે. આરોપ ગંભીર હોવાને કારણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ કેસમાં તટસ્થ અને વિગતવાર તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એકવાર સુરક્ષા પ્રણાલીમાં રહેલા ખામીઓને ઉજાગર કરે છે.