અંજારમાં 36 વર્ષીય મહિલાનો આપઘાત
copy image

અંજારમાં 36 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ત્યાગી દીધો હતો. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21/11ના અંજાર નગરપાલિકાના સામે લક્ષ્મીબેન રાજુભાઈ મઈંડા નામના મહિલાએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.