નાની ચીરઈમાં 22 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ભચાઉ ખાતે આવેલ નાની ચીરઈમાં 22 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21/11ના રોજ નાની ચીરઈમાં રહેનાર સંજય રાજુકુમાર નામના યુવાનએ અગમ્ય કારણસર પંખામાં મફલરનાં કપડાં વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.