GNRF દ્વારા નાલિયા મેમણ જમાતખાના ખાતે મફત મેડિકલ કેમ્પનું સફળ આયોજન

ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા આજે
નાલિયા મેમણ જમાતખાના ખાતે મફત મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પેટના રોગો, ઝાડા, ઊલટી, તાવ, ગેસ, એસિડિટી, શરદી, ખાંસી, એલર્જી, આંખ અને દાંત સહિત તમામ પ્રકારની પ્રાથમિક સારવાર મફતમાં આપવામાં આવી હતી.
કેમ્પમાં નીચેના ડૉક્ટરશ્રીએ પોતાની નિષ્ઠાપૂર્વક સેવા આપી:
ડૉ. ઉમર ફરુક મિસ્ત્રી (BAMS)
ડૉ. સકીલ રઝા ખત્રી (BDS)
ડૉ. આદિલ રઝા બાદી (BAMS – બાળરોગ નિષ્ણાત)
અમિન થેબા (Optician)
આ કેમ્પમાં મફત દવાઓ તેમજ જરૂર મુજબ ચશ્મા આપવામાં આવ્યા હતા. કેમ્પમાં 150થી વધુ લોકોએ તબીબી સેવાઓનો લાભ લીધો.
નાલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીસા બાવા, નાલિયા મુસ્લિમ યુવા પ્રમુખ હૈદરસા સૈયદ, અબડાસા સુન્ની હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સાલેમામદ પડેયાર, એડવોકેટ અનવરભાઈ મંધરા, સમાજસેવી અબ્દુલ સેઠ મેમણ તથા અન્ય અનેક આગેવાનોે GNRFની આ સેવાભાવી કામગીરીની સરાહના કરી.
GNRF દ્વારા ભવિષ્યમાં પણ આવા લાભદાયક મેડિકલ કેમ્પો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
આ કેમ્પમાં અનવરભાઈ મેમણ, કાસમસા સૈયદ, ઇમરાન મેમણ, અબ્દુલ મજીદ કુંભાર (વસિલા), ગફુર સુમરા (પોસ્ટમેન), ઇસ્માઈલ સાટી, અનવરભાઈ લોહાર, જાવેદ કાઠી, ઈરફાનભાઈ કેર, ઈશાક કુંભાર, ઇમરાન તુરીયા, નિસાર મેમણ, શબ્બીર મિસ્ત્રી, ફકીર મામદ નોતિયાર, મોહમ્મદ હુસેન મેમણ, અસલમ કુંભાર, અબ્દુલભાઈ નોડે, અનવરભાઈ કુંભાર, ઉમર મિસ્ત્રી, અભાસ કુંભાર (AB), અતા મોહમ્મદ મેમણ, શરીફભાઈ કુંભાર, ઇસ્માઈલ મેમણ, રીજવાન કુંભાર, અરબાઝ સુમરા, સલમાન ભજીર, જાવેદ નોડે તેમજ અબડાસા GNRF ટીમ દ્વારા ખૂબ જ સરાહનીય મેહનત કરવામાં આવી હતી.