મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભુજ ખાતેથી કચ્છના રૂ. ૫૦૩ કરોડથી વધુના કુલ ૫૫ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના રૂ.૧૭૬ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત  

આજરોજ કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રૂ. ૫૦૩ કરોડથી વધુના ૫૫ જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ. ૪૯૮ કરોડના ખર્ચે ૫૨ કામનું ખાતમૂહુર્ત અને રૂ. ૫.૭૯ કરોડના ખર્ચે નવનિર્મિત ૦૩ કામોનું લોકાર્પણ થયું હતું.

            કચ્છની ધરા પર પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છીમાડુઓના જીવનમાં આવેલા પરિવર્તન અંગે કહ્યું કેકચ્છીમાડુઓના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નવા ચમત્કારો જિલ્લામાં સર્જાયા છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે. વિનાશક ભૂંકપ બાદ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝનથી તેમજ કચ્છના નાગરિકોના સહકારથી આજે જિલ્લામાં ઉદ્યોગ-ધંધારોજગાર અને પ્રવાસનનો તેજ ગતિએ વિકાસ થયો છે.

            નર્મદાની પાઈપલાઈન અને કેનાલોના નેટવર્કથી કચ્છના વિકાસની કાયાકલ્પ થઈ છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કેકચ્છના રણોત્સવસ્મૃતિવનશ્રી શ્યામજીકૃષ્ણવર્મા મેમોરિયલએ કચ્છી સંસ્કૃતિના વિકાસ મંદિરો બન્યા છે. કચ્છ જિલ્લો આયોજનપૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે બમણી સુવિધાઓ કચ્છને ઉપલબ્ધ કરાવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જાથી વિકાસની ગતિને વધુ વેગ મળશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

            વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તના કામોથી કચ્છમાં માળખાકીય સુવિધાઓ વધશે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કેભૂજઅંજારઅબડાસામાંડવી અને રાપરના વિસ્તારોને રૂ. ૫૦૩ કરોડથી વધુ રકમના કાર્યોથી વિકાસની નવી દિશા મળશે. મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગનાગરિકોની પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું. નાગરિકોને જળ સંચય સહિતના કાર્યોમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

            તેઓએ જણાવ્યું કેવિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂઅલ એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યૂએબલ એનર્જીનું હબ બનાવશે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી ધોરડો રણોત્સવના કારણે ‘ઈન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન’ બન્યું છે. ધોરડોના સફેદ રણને દુનિયાના ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે સ્થાન મળ્યું છે. કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે.

            રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેગુજરાતના

દરેક વિસ્તારના વિકાસના સ્થાનિક પોટેન્શિયલને ધ્યાને રાખીને ઉદ્યોગોને પ્રોત્સાહન માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનો પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં ચાર રિજનલ કોન્ફરન્સિસનું આયોજન કરાયું છે. આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે.

            વિશ્વસ્તરીય શહેરો ઊભાં કરવા માટે વર્ષ ૨૦૪૭ સુધીના આયોજન અંગે જાણકારી આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કેશહેરોની નજીકના વિસ્તારોના વિકાસ માટે ગ્રોથ હબ મોડેલને લાગુ કરવામાં આવ્યું છે. કચ્છને ગ્રોથ હબ તરીકે વિકસાવવા રિજિયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોની ખુમારી બિરદાવીને મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્ર-નાગરિકોના સંકલનની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છીજનોના ખમીર અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની રાષ્ટ્ર પ્રથમની ભાવનાને અભિનંદનને પાત્ર ગણાવી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો કેનાગરિકો વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં સહભાગી થાય અને ‘વોકલ ફોર લોકલ’, ‘લોકલ ફોર ગ્લોબલ’ના મંત્રને જીવનમાં ઉતારીને સ્થાનિક વસ્તુઓની ખરીદી કરે. તેઓએ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવામાં અગ્રેસર રહેવા નાગરિકોને અપીલ કરી હતી.

            ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાંસગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કેઆજના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત એ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કચ્છ પ્રત્યેના વિશેષ પ્રેમ અને લગાવની પ્રતીતિ છે. રાજ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના કૌશલ્યવર્ધન સાથે ગુણવત્તાયુક્તના અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કેમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી જ કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતી શક્ય બની છે. કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતી પ્રક્રિયાથી અને જ્યાં નોકરી ત્યાં જ નિવૃત્તિના નિર્ણયથી છેવાડાઓના ગામડાઓ સુધી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. રોડ રસ્તાઓ સહિત જનકલ્યાણ હેતુથી માળખાકીય સુવિધાઓના વિકાસની ગુજરાત સરકારની વણથંભી યાત્રાની રાજ્યમંત્રીશ્રીએ પ્રસંશા કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ નાગરિકોને દેશના વિકાસમાં તત્પરતાથી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લાના વિકાસના કાર્યો અંગે રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.

            આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કેગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જાથી આ વિસ્તારમાં નવું પરિવર્તન આવશે. તેઓએ કચ્છના અનેક વિકાસકાર્યોની નોંધ લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સાંસદશ્રીએ જણાવ્યું હતું કેડબલ એન્જિન સરકારની કચ્છ પ્રત્યેની સતત ચિંતાના લીધે આજે કચ્છમાં પ્રવાસનઉદ્યોગપ્રવાસન અને પશુપાલન સહિતના ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે.

            ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે વિકાસકાર્યોની ભેટ બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કેસરકારે કચ્છ જિલ્લાને વિકાસના ક્ષેત્રમાં અનેક ભેટ આપીને અગ્રેસર રાખ્યો છે. કચ્છ જિલ્લાની અનેક સમસ્યાનું સરકારે સુખદ સમાધાન કર્યું છે જેથી કચ્છીમાડુઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. ધારાસભ્યશ્રીએ કચ્છના વિકાસનો શ્રૈય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યો હતો. તેઓએ કચ્છમાં રોડ રસ્તાઓના વિકાસથી કચ્છમાં મુસાફરી અને પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું.

કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રીનું કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છી પાઘડી અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનોજિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

            ઉલ્લેખનીય છે કેકચ્છ જિલ્લામાં આજરોજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થવાથી આંતરિક રસ્તાઓનું નવીનીકરણ થશે. ભુજ શહેરના મહત્વના તમામ રસ્તાઓને ખાતમૂહુર્ત પ્રસંગે આવરી લેવાયા હોય શહેરના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા રૂ. ૩૯૩.૩૯ કરોડના ૨૩ કામોનું ખાતમૂહુર્તવન વિભાગના રૂ. ૨.૬૦ કરોડના છારી ઢંઢ અને પડાલા મેન્ગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસકામનું લોકાર્પણસિંચાઈ વિભાગ દ્વારા રૂ. ૬ કરોડથી વધુના ખર્ચે કચ્છના વિવિધ ગામના તળાવ સુધારણાના કામોનું ખાતમૂહુર્તશિક્ષણ વિભાગ દ્વારા કચ્છના ગુનેરી ખાતે રૂ. ૩.૧૯ કરોડના ખર્ચે નવીન માધ્યમિક શાળાનું લોકાર્પણજીએસઆરડીસી દ્વારા રૂ. ૪૨.૫૦ કરોડના ખર્ચે ભુજ-મુન્દ્રા રોડ અને રૂ.૧૯.૭૨ કરોડના ખર્ચે ભુજ-નખત્રાણા રોડના મજબૂતીકરણ અને રિસર્ફેસિંગના કામનું ખાતમૂહુર્ત  અને માર્ગ અને મકાન પંચાયત વિભાગના રૂ.૨૬.૫૨ કરોડના ખર્ચે વિવિધ રોડના રિસર્ફેસિંગ કામોની ભેટ કચ્છવાસીઓને આપી હતી.

            આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાઅબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાઅગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકીભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણીકચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ સહિત અધિકારીશ્રીઓપદાધિકારીશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.