રતનાલમાં 70 વર્ષીય વૃદ્ધને વીજ શોક ભરખી ગયો

copy image

copy image

અંજારના રતનાલમાં 70 વર્ષીય વૃદ્ધને વીજ ચોક લાગતા મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અંજારના રતનાલ ગામમાં રહેનાર જખરાભાઇ છાંગા નામના વૃદ્ધ કંકેશ્વર મંદિરની નજીક હતા તે સમયે કોઈ કારણે તેમને શોક વાગતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.