પશ્ચિમ કચ્છમાં કલેકટરશ્રી દ્વારા ખાણ-ખનિજ માટે રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમએ ખનિજ ચોરી ઝડપી

જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા જિલ્લા કલેકટરશ્રી, કચ્છ દ્વારા રચના કરવામાં આવેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે હેઠળ ટીમ દ્વારા તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રે માંડવી શહેરમાં જી.ટી.ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો ટ્રક, જેમાં સાદી રેતી અંદાજીત ૪૦ થી ૪૫ ટન ભરી ગેર-કાયદેસર લઈ જતાં ઝડપેલ છે. આ ટ્રક અને રેતીની અંદાજીત કિંમત રૂા.૧૫ લાખ છે. આ સાથે મોટી રાયણ ગામ પાસેથી પસાર થતી નદીમાંથી કોઈપણ જાતની પરવાનગી વગર સાદી રેતી ભરતા ૨ ટ્રેકટર જેમાં અંદાજે ૨ થી ૩ ટન રેતી ભરેલ જથ્થો કબ્જે કરવામાં આવેલ છે. આ કબ્જે કરવામાં આવેલ રેતી તથા ટ્રેકટરની અંદાજિત કિંમત રૂા.૬ લાખ નો મુદામાલ કબ્જે કરેલ છે. આમ, ટીમ દ્વારા એક રાતમાં માંડવી તાલુકામાં અંદાજીત ૨૧ લાખનો મુદામાલ કબજે લઈ, વાહનો હાલે સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ ટાસ્ક ફોર્સની રચના જિલ્લા કલેકટરશ્રી દ્વારા ખાણ-ખનીજમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા કરવામાં આવેલ હોય, જો કોઈ આમ જનતાને આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાની જાણ થાય તો તેઓ આ બાબતની જાણ મો. નં.૮૭૫૮૯૭૯૯૬૬ તથા મો.નં.૭૦૧૬૩૧૫૪૫૫ ઉપર કરી શકે છે.