“ભુજના ૪૭૮માં સ્થાપના દિને ખીલીપુજન કરી પરંપરાગત ઉજવણી કરાઈ”

આજરોજ ઐતિહાસિક નગર ભુજના ૪૭૮માં સ્થાપનાદિન નિમીતે ઉપપ્રમુખ ધનશ્યામભાઈ સી. ઠક્કર અને રાજવી પરિવારના પ્રતિનિધિઓ દ્વારા ઐતિહાસિક ખીલીપુજન કરવામાં આવ્યુ હતું. આ પૂજન શાસ્ત્રી તેજસભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ભુજના દ્રશ્યો દોરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભુજ શહેરની તમામ પ્રતિમાઓને હારારોપણ કરવામાં આવ્યું હતું.

આજના શુભ પ્રસંગે રાજવી પરિવારના તેટા ઠાકીરશ્રી મયુરધ્વજસિંહ જાડેજાએ સમગ્ર ભુજવાસીઓને રાજવી પરિવાર વતી ભુજ શહેરના ૪૭૮માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભુજ શહેરના વિકાસની તમામ ખુટતી કડીઓ પૂરી કરવામાં માટે રાજવી પરિવાર તરફથી જે મદદની જરૂરત હશે તે કરવા તત્પરતા દેખાડી હતી.

આજના શુભપ્રસંગે પ્રજાજોગ સંદેશ આપતા ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ધનશ્યામભાઈ સૌ. ઠક્કરે જણાવ્યું હતું કે આજના દિવસે સમગ્ર ભુજની જનતાને સ્થાપના દિવસની શુભેચ્છા આપતા જણાવું છે કે બુજ નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક ભુજના વિકાસની ખુટતી કડીઓ પુરવાના પ્રયાસી થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં શહેરીજનોના સહકાર થી ચોક્કસપણે સૌ સાથે મળીને મારું બુજ સુંદર શુજ બનાવશું તેમાં શંકાને કોઈ સ્થાન નથી તથા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી સાહેબે કચ્છ અને તેમાં ખાસ કરીને ભુજને પ્રવાસન ટોત્રે વિશ્વ ફલક પર પહોંચાડ્યું છે. ભુજ શહેરના વિકાસ માટે તેમજ માળખાકીય સુવિધાઓ માટે હું સદાય રાક્રીય છે તેવી ખાતરી આપું છે.

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ કચ્છના વાઈબ્રન્ટ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદજી તેમજ સુજના પારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ભુજના ૪૭૮માં સ્થાપના દિન નિમિતે સૌ શહેરીજનોને શુબેચછાઓ પાઠવી હતી.

ઉપરોક્ત પ્રસંગે રાજવી પરિવાર વતી તેરા ઠાકોરશ્રી મયુરધ્વજસિંહ જાડેજા, કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ. કચ્છ જીલ્લા ભાજપના મંત્રી વીંજુબેન રબારી, કયચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ડો. મુકેશભાઈ થી, કયક જીલ્લા ભાજપ મહિવા મોરચાના મહામંત્રી કારમીતાબેન ગોર. ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાળ, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર ભુજ રાહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભૌમિકભાઈ વયરાજાની ગુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવી. સેનિટેશન શાખાના ચેરમેન અનીવભાઈ છત્રાળા રોડલાઈટ શાખાના ઘેરમેન કશ્યપભાઈ ગોર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન મનીષાબેન સોલંકી ભુજ નગરપાલિકાના નગરસેવકો મનુભા જાડેજા ધીરેનભાઈ શાહ, સાવિત્રીબેન જાટ અને ટેશ્માબેન ઝવેરી તથા શહેર સંગઠનના હોદ્દેદારો અને સામાજીક આગેવાન દિલીપભાઈ ઠક્કર. દર્શકભાઈ અંતાણી, અનવરભાઈ નોડે વગેરે અને ભુજ નગરપાલિકાનો સમસ્ત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનુભા જાડેજાએ કર્યું હતું તેમજ આભારવિધિ શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવીએ કરી હતી.