ચેક પરત ફરતા આરોપી ઈશમ એક વર્ષ માટે જેલના હવાલે

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં વેશલપરના આરોપી શખ્સને એક વર્ષની કેદ ફરકારવામાં આવી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના હિંમતસિંહ બાલુભા જાડેજા પાસેથી આરોપી શખ્સે મિત્રતાના સંબંધે રૂા. 2,50,000 હાથ ઉછીના લીધા હતા. જે પેટે આપવા આવેલ ચેક પરત ફરતા તેના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી ઈશમને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ જેટલું વળતર ચૂકવવા હુકમ આદેશ જાહેર કર્યો છે.