અંકલેશ્વર શહેર પોલીસે ભાલિયાવાડ, આચાર્યજીના મંદિર નજીક રહેતા જતીન ઉર્ફે લાલો કિશોર હજારીવાલાને પ્રોહી એકટ કલમ મુજબ ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર પોલીસને બાતમીને આધારે જાણ થતાં શહેર પોલીસ ભાલિયાવાડ, આચાર્યજીના મંદિર નજીક રહેતા જતીન ઉર્ફે લાલો કિશોર હજારીવાલાને ત્યાં દરોડો કરતા ઘરમાંથી સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂની 256 નંગ બોટલ જેની કિંમત 25,600 નો જપ્ત કરી જતીન ઉર્ફે લાલો કિશોર હજારીવાલા વિરુદ્ધ પ્રોહી એકટ કલમ મુજબ ધરપકડ કરી કાયદેસરની તપાસ કરવામાં આવી છે.