કુવાડવા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચે રૂ.૧.૨૨ લાખનો શરાબ ભરેલી બોલેરો પકડી લીધી

રાજકોટ ક્રાઇમ બ્રાંચે કુવાડવા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર અમદાવાદ હાઇવે પર જીવાપરના પાટીયાથી આગળ હિરાસર જવાના રસ્તા પર વીડી નજીકથી રૂ.૧,૨૨,૪૦૦ નો ૪૦૮ બોટલ શરાબ ભરેલી બોલેરો પીકઅપ જીજે ૩ એઝેડ ૬૧૦૪ ઝડપી પાડી કુલ રૂ.૫,૯૭,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાંચના એએસઆઇ ભરત વાઘેલા, હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ, કોન્સ. કરણ મારૂ અને સંજય ચાવડાની બાતમી પરથી પીએઅસાઇ યુ. બી. જોગરાણા, બિપીનભાઇ ગઢવી, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા, ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના હેઠળ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે બાતમી પરથી કારને અટકાવતા અંધારાનો લાભ લઇ ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. જેમાં પાછળ તાલપતરી નીચે છુપાવાયેલી શરાબની ૩૪ પેટીઓ મળી આવી હતી. વાહન નંબરને આધારે વિશેષ તજવીજ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *