મોડાસા હિંમતનગર શામળાજી હાઇવે પરથી લકઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી ૩૦ હજારના શરાબ સાથે વિજાપુરનો બુટલેગર ઝડપાયો

મોડાસા ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવવા રાજ્યના બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બુટલેગરો રાજસ્થાન,હરિયાણા,પંજાબ અને દિલ્હીમાં વિદેશી શરાબના ઠેકાઓ ચલાવનાર અને બુટલેગરો સાથે મળી મોટા પ્રમાણમાં વિદેશી શરાબ ઠાલવી રહ્યા છે. ફોર્ચ્યુનર કારનો ઉપયોગ રાજકીય અગ્રણીઓ, તબીબો, મોટા ધંધાર્થીઓ ઉપયોગમાં લેતા હોવાથી વિજાપુરના જુના સંઘપુરના સજ્જનસિંહ લાલસિંહ રાઠોડ નામના બુટલેગરે પોલીસની આંખોમાં ધૂળ નાખવા રાજસ્થાનમાંથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી શરાબ ઘુસાડવા જતા બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પાસેથી ૩૦ હજારના વિદેશી શરાબ સાથે પકડી પાડી નિષ્ફળ બનાવ્યો હતો. મોડાસા રૂરલ પોલીસે હિંમતનગર-શામળાજી હાઈવે પર આવેલી રાજેન્દ્રનગર ચોકડી પાસે નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા રૂરલ પીએસઆઈ શર્માને બાતમી મળતા બાતમી આધારિત શામળાજી તરફથી આવતી ફોર્ચ્યુનર કાર નંબર જીજે 09 બીઇ 0769 ને અટકાવી કારમાંથી ક્વાંટરીયા-બિયર નંગ-૨૬૪ કિંમત રૂ.૩૦,૦૦૦ નો વિદેશી શરાબ કબ્જે કરી સજ્જનસિંહ લાલસિંહ રાઠોડ (રહે, જુના સંઘપુર, મહેસાણા) ની અટક કરી શખ્સ પાસેથી કબ્જે કરેલ મોબાઈલ નંગ ૧ કિંમત રૂ.૪,૫૦૦ તથા ફોર્ચ્યુનર કારની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૩૪,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *