મીઠા પોર્ટ દબાણ દૂર કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

(1) મીઠા પોર્ટ દબાણ દૂર કરવા માટે દિન દયાળ પોર્ટ ઓથોરિટી ના અધિકારી / કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારી/ કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે. (2) મીઠા પોર્ટ વિસ્તારનું દબાણ દૂર કરવા પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. (3) મીઠા પોર્ટ મેગા ડિમોલેશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહેલ છે. (4) સદર વિસ્તાર આશરે 4,000 થી 5,000 ની વસ્તી વાળો દબાણ વિસ્તાર છે. (5) આ વિસ્તાર આશરે 100 એકર જમીન જેની કિંમત રૂપિયા 250 કરોડ છે (6) મીઠા પોર્ટ દબાણવાળા વિસ્તારમાં *આરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તથા જાણીતા પ્રોહી બુટલેગરો વાળો વિસ્તાર છે. ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. (7) આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી 20 હિટાચી 40 લોડર 40 ડમ્ફર 100 ટેક્ટર અને વિડીયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ છે.