અમદાવાદમાંથી મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરનાર નેટવર્કનો થયો પર્દાફાશ : 1.32 કરોડનો દારૂ જપ્ત
copy image

અમદાવાદમાંથી મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરનાર નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હાથીજણ નજીક બડોદરા ગામના વિસ્તારમાં આવેલા ફિરોજખાન મહોમ્મદખાન બેલીફના ફાર્મહાઉસ પર વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી કુલ રૂ. 1,32,69,055ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની 7108 બોટલો ઝડપી પાડી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આરોપીઓ બોર્નવીટાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરવાની ફિરાકમાં હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.