સુપ્રસિધ્ધ યાત્રા ધામ સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરેલ પરીવારને નડ્યો અકસ્માત : એક જ કુટુંબના 6 લોકોના મોત

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સાપુતારા નજીક સુપ્રસિધ્ધ યાત્રા ધામ સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરેલ પરીવારને અકસ્માત નડતાં એક જ પરિવારના 6 લોકો કાળનો કોળિયો બન્યા છે. આ ગોઝારા બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મહારાષ્ટ્રના સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલ પટેલ પરિવારની કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઉંડી ખીણમાં ખાબકી હતી. સર્જાયેલ ગોઝારા બનાવમાં કારમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ઘટનાસ્થળે પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.