વડોદરામાંથી સામે આવ્યો ભયાનક માર્ગ અકસ્માતનો બનાવ
copy image

વડોદરામાંથી એક ભયાનક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે જે અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, વડોદરાના વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જતા રોડ પર આ ગોઝારો બનાવ બન્યો હતો. અહી બાઈક સવાર એક યુવક અને એક યુવતીની ટ્રેક્ટર સાથે ટક્કર થતાં બંને રોડ પર પટકાયા હતા. ઉપરાંત તે જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકના પૈડા નીચે આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત મોત થયા હતા. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.