સુરતમાંથી વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ આવ્યો સામે : ટ્રક બ્રિજની સેફ્ટી વોલ તોડી નદીના પટમાં ખાબકી
copy image

ગુજરાતમાંથી વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે જેમાં ગુજરાતના સુરતમાં નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે બ્રિજની સેફ્ટી વૉલ તોડી નાખતા ટ્રક ઊંચાઈ પરથી કીમ નદીના સૂકા પટમાં ખાબકી હોવાના અહેવાલ મળ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માંગરોળના નરોલી પાટિયા નજીક નેશનલ હાઈવે ૪૮ પર આ અકસ્માત સર્જાયો હતો. અહી ટ્રક ચાલકે બ્રિજની સેફ્ટી વૉલ તોડી નાખતા ટ્રક ઊંચાઈ પરથી કીમ નદીના સૂકા પટમાં ખાબકી હતી. બનાવને પાગલે ભારે ધોડદામ મચી જવા પામી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઊંચાઈએથી પટકાવાને કારણે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ઘાયલ થતાં તેને સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.