જામનગરમાં લિફ્ટ રીપેરીંગ દરમ્યાન દરમિયાન ગંભીર દુર્ઘટના : લિફ્ટનો બોલ્ટ ખુલી જતાં બનેલ ઘટનામાં 21 વર્ષીય યુવાને જીવ ખોયો
copy image

જામનગર ખાતે આવેલ પંચેશ્વર ટાવર વિસ્તારમાના એક કોમ્પ્લેક્સમાં ગત મોડી રાત્રે લિફ્ટ રીપેરીંગ સમયે એક ગોઝારો બનાવ બન્યો હતો જેમાં 21 વર્ષીય યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, હતભાગી નવાઝ સોરઠીયા અન્ય ટેક્નિશિયન સાથે ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં લિફ્ટના રીપેરીંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક લિફ્ટનો બોલ્ટ ખુલી જતાં ધડાકાભેર નીચે પછડાઈ હતી. નવાઝ સોરઠિયા પણ લિફ્ટની સાથે નીચે પટકાતાં ગંભીર ઇજાઓના પગલે આ યુવાનનું કરૂણ મોત થયું હતું.