“બેંકમાં ખાતુ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના કુલ્લે રૂ. ૧.૦૫ અબજ મેળવી ચેકથી વિડો કરી કમીશન મેળનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ બારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સુચના અન્વયે સાયબર કાઇમ સેલના નોડલ અધિકારી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.જાદવ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સાયબર ક્રાઈમ સેલ તથા એલ.સી.બી.ના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ

જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે શુભમ હરીહર ડાભી ઉ.વ.૨૯ રહે. સાગર સીટી, મુંદ્રા રોડ, શનિદેવ મંદિરથી આગળ, ભુજ વાળાનું નિવેદન લઇ તપાસ કરતા તે ઇસમ સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવાના આધારે સરકાર તરફે ફરીયાદી બની આરોપી (૧) શુભમ હરીહર ડાભી ઉ.વ.૨૯ રહે. સાગર સીટી, મુંદ્રા રોડ, શનિદેવ મંદિરથી આગળ, ભુજ તથા (૨) જીગર મહેભાઇ પરગડુ, રહે. હિરાની નિવાસ, છાડુરા, તા.અબડાસા કયક તથા ભાવિક (નોકરી HDFC BANK) રહે. ભુજ નાઓએ ફોડ/છેતરપીંડીના કુલ્લે રૂપિયા ૧,૦૫,૧૨,૫૨,૮૨૬/- (એક અબજ પાંચ કરોડ બાર લાખ બાવન હજાર આઠસો છવ્વીસ) મેળવી ગુનો કરેલ હોય જેથી તેમના વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૧૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૩૬(૨),૩૩૬(૩),૩૪૦(૨),૩૧૮(૪),૩૧૭(૨),૩૧૭(૪), ૬૧(૨), ૩(૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબ નો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ.

ઉપરોક્ત ગુના કામના આરોપી શુભમ હરીહર ડાભી ઉ.વ.૨૯ રહે. સાગર સીટી, મુંવા રોડ, શનિદેવ મંદિરથી આગળ, ભુજ વાળાને હસ્તગત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.