SIRનો ગણતરીનો તબક્કો 14/12/2025 સુધી ચાલશે, ડ્રાફ્ટ મતદાર યાદી 19/12/2025ના રોજ પ્રસિદ્ધ કરાશે

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે SIRની કામગીરી અંતર્ગત ગણતરીના તબક્કા અને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવાની સમયમર્યાદા લંબાવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો હવે 14 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે ડ્રાફ્ટ મતદારયાદીની પ્રસિદ્ધિ તા. 19/12/2025ના રોજ કરવામાં આવશે. ગુજરાત સહિત તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદમાન-નિકોબાર, ઉત્તરપ્રદેશમાં પણ આ તબક્કાઓની સમયમર્યાદા વધારવામાં આવી છે. તદુપરાંત ચૂંટણીપંચે કોઈપણ યોગ્યતા ધરાવતો મતદાર આખરી મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે ફોર્મ 6 ભરી, જરૂરી દસ્તાવેજો BLOને આપી શકશે અથવા ECINet કે https://voters.eci.gov.in/ વેબસાઈટ પરથી નામ ઉમેરવાની પ્રક્રિયા કરી ફેબ્રુઆરી 2026માં પ્રકાશિત થનાર આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરી શકશે. ……………………… “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”