રીજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે નોબેલ પ્રાઈઝ સેલિબ્રેશન 2025નું ભવ્ય આયોજન

ગુજરાત રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), GUJCOST ના માર્ગદર્શન હેઠળ રીજનલ સાયન્સ સેન્ટર,
ભુજ ખાતે 10 ડિસેમ્બર, 2025ના રોજ વૈશ્વિક વૈજ્ઞાનિક પરંપરા — નોબેલ પ્રાઈઝ ડે 2025 — ની ઉજવણી
ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને જનસમુદાયને નોબેલ પુરસ્કારોને આધારિત
સંશોધનો સાથે સીધો પરિચય કરાવવાનો અને તેમના વૈજ્ઞાનિક સમજને મજબૂત કરવાનો હતો।
કાર્યક્રમની શરૂઆત સ્વાગત સત્રથી થઈ અને ત્યારબાદ ત્રણ વિશેષ નિષ્ણાત સત્રો યોજાયા, જેમાં આ વર્ષનાં નોબેલ
પુરસ્કારોની વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ, સંશોધન પ્રક્રિયા અને તેના વૈશ્વિક પ્રભાવ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં
આવ્યું:

  1. નોબેલ પ્રાઈઝ – ભૌતિકશાસ્ત્ર
    પ્રદીપસિંહ જાડેજા જે ભુજની આર આર લાલન કોલેજમાં ફિઝિક્સ વિભાગમાં પ્રોફેસર છે, આ વર્ષના ભૌતિકશાસ્ત્રના
    નોબેલ વિજેતા સંશોધનોની કારગરતા, પ્રયોગાત્મક ટેક્નિક્સ અને ભવિષ્યમાં તેમના ઉપયોગ વિશે સરળ ભાષામાં
    સમજાવ્યું.
  2. નોબેલ પ્રાઈઝ – રસાયણશાસ્ત્ર
    ડૉ જ્યોતિન્દ્ર કુમાર ભટ્ટ જેઓ કચ્છ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ છે, આ સત્રમાં રસાયણશાસ્ત્ર ક્ષેત્રે
    થયેલી અત્યાધુનિક શોધો અને તેમના ઔદ્યોગિક, પર્યાવરણલક્ષી તથા વૈજ્ઞાનિક મહત્વ વિશે વિગતવાર ચર્ચા કરવામાં
    આવી.
  3. નોબેલ પ્રાઈઝ – મેડિસિન
    ડૉ મીત ઠક્કર જેઓ કે કે પટેલ સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજિસ્ટની ભૂમિકા
    પર છે, માનવ શરીર, બીમારીઓ અને ચિકિત્સા ક્ષેત્રમાં થયેલા પ્રગતિશીલ અભ્યાસોને સરળ રીતે સમજાવી,
    વિદ્યાર્થીઓને ભવિષ્યની મેડિકલ ઇનોવેશન વિશે માહિતગાર કર્યા.
    ત્રણેય સત્રોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને ચર્ચામાં સક્રિય ભાગ લીધો.
    સાંજના ભાગમાં વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ દ્વારા શનિગ્રહનું અવલોકન કરાવ્યું. ઘણા વિદ્યાર્થીઓ માટે ટેલિસ્કોપ
    દ્વારા આકાશનું પહેલું નિરીક્ષણ હતું, જેને તેઓ જીવનભર યાદ રાખશે.
    કાર્યક્રમનો સમાપન સ્ટોકહોમથી LIVE નોબેલ એવોર્ડ સમારોહ જોઈને કરવામાં આવ્યો. ભાગ લેનારોએ વૈશ્વિક
    વૈજ્ઞાનિક સમુદાય સાથે જોડાઈને નોબેલ વિજેતાઓને સન્માનિત થતો જોવા નો અનોખો અનુભવ મેળવ્યો.
    આ સંપૂર્ણ કાર્યક્રમમાં શિક્ષણ, વિજ્ઞાનપ્રેરણા અને વૈજ્ઞાનિક ઉજવણીનો સુંદર સંકલન જોવા મળ્યો.
    RSC ભુજ સતત વિદ્યાર્થીઓ અને સમાજમાં વૈજ્ઞાનિક જાગૃતિ અને જિજ્ઞાસા વિકસાવવા પ્રતિબદ્ધ છે.
    આ સંપૂર્ણ કાર્યક્રમ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિરલ પરમાર ના માર્ગદર્શન હેઠળ
    ફેસિલિટી મેનેજર આરતી આર્યા, કમ્યુનિટી સાયન્સ સેન્ટર ભુજ ના કોઓર્ડિનેટર પ્રવીણભાઈ મહેશ્વરી અને
    રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજના સમગ્ર સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.