હાજીપીર નજીક આર્ચીયન કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લી.કંપની બાજુ આવેલ માર્ગેથી ગેરકાયદેસર ડિઝલનું વેચાણ ઝડપાયું
જિલ્લામાં ખાવડા રણ વિસ્તાર બાજુ ડિઝલનું વેચાણ થતું હોવાની ફરીયાદો વચ્ચે કલેક્ટરશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તા.૦૭/૧૨/૨૦૨૧૫ ના રોજ ભુજ તાલુકાના રણ વિસ્તાર તરકે હાજીપીર ગામ બાજુ આકસ્મીક તપાસણી કરતાં આચીયન કેમીકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લી.કંપની બાજુ આવેલ રસ્તા ઉપરથી કોઈપણ જાતના આધારો કે ભિક્ષ વિનાના કિઝલ ભરેલા કુલ-૪ ટાંકાઓ પકડી પાડેલ છે. સ્વાનિકે મહેશ્વરી વિનોદ, જાઠેજા વિજયસિંહ તથા ભાટી સવાઈસિંહ નામના ઈસમો મળી આવેલ. જેઓની પાસેથી કોઈ જ પ્રકારના આધાર, ભિલ કે લાયસન્સ રજૂ થયેલ ન હોય, આ ટોકાઓમાં ભરેલ અંદાજીત કુલ ૧૬૩૦૦ લિટર કિઝલનો જથ્થો જેની કિંમત રૂા.૧૩,૮૫,૫૦૦/- સાથેનો મુદામાલ સીઝ કરી જિલ્લા મેજીસ્ટેટથી સમક્ષ કેસ ચલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.