કુલ ૧૨ વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ તથા ચોરીઓના ગુનાઓ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ
copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ નાઓએ ઉપરોક્ત વણશોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા, મયુરસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, લાખાભાઈ રબારી, સુનિલભાઈ પરમાર, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવીનાઓ ચોરીઓના વણશોધાયેલ ગુના શોધી કાઢવા તપાસમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નખત્રાણા તાલુકાના લાખાડી ગામની પશ્વિમ બાજુ આવેલ વાડી વિસ્તારમાં બે ઇસમો પોતાના કબ્જામા શંકાસ્પદ મુદ્દામાલ રાખી શંકાસ્પદ હરકત કરી રહેલ છે જે હકીકત આધારે તપાસ મજકુર (૧) રાજા રમેશભાઇ રાઠોડ (ચીત્રાવત) તથા (૨) જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો રમેશભાઇ રાઠોડ (ચીત્રાવત) વાળા ઇસમો મળી આવેલ તેમને ચેક કરતા તેમની પાસેથી અલગ-અલગ પ્રકારની તાળુ ખોલવા માટેની ચાવીઓનો ઝુમખો તથા એક ઇલેક્ટ્રીક પકડ તથા એક સ્ક્રુ ડીસમીસ તથા લોખંડ ઘસવાનું કાનસ તથા ગણેશીયુ તથા મોબાઇલ ફોન મળી આવેલ હોય તમામ સર-સામાન બાબતે મજકુર ઇસમો પાસે કોઇ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ જેથી તમામ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ -૧૦૬ મુજબ તપાસ અર્થે શક પડતી મીલકત તરીકે કબ્જે કરેલ છે તેમજ મજકુર બંને ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઈ મુજબ અટકાયત કરી મજકુર ઇસમોને અન્ય કઇ કઇ જગ્યાએ ચોરી કરેલ છે તે બાબતે યુક્તી પ્રયુક્તિ પુછપરછ કરતા મજકુર ઇસમોએ તેમના સાગરીતો સાથે મળી અલગ અલગ જગ્યાએ ચોરી કરેલ હોવાની વિગતો જણાવેલ જે બાબતે તપાસ કરતા નીચે મુજબની અલગ અલગ ઘરફોડ ચોરી તથા ચોરીઓના ગુના શોધવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.

- જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો રમેશભાઇ રાઠોડ (ચીત્રાવત) ઉ.વ-૨૩ ધંધો-મજુરી (જુના કપડા માંગી વેચવાના) રહે.મુળ-ગિરનારી આશ્રમ સામે, નદી કાંઠે, રાણપુર તા.જી.બોટાદ હાલ રહે- યક્ષ ત્રણ રસ્તા પાસે (ઝુપડા વાળી ને), યક્ષ તા.નખત્રાણા
- અલગ અલગ ગુનામાં પકડવાના બાકી આરોપીઓની વિગત
→ અજયભાઇ હિંમતભાઈ વીરા(નટ)
- રોમન વા/ઓફ અજયભાઇ હિંમતભાઇ વીરા(નટ)
- ધારસિંહ ગંજીભાઇ કરમાવત(મારવાડી)
- ચમેલી ઉર્ફે મોતી વા/ઓફ રાજા રમેશભાઇ રાઠોડ (ચીત્રાવત)
નરેશભાઇ ગંજીભાઇ કરમાવત(મારવાડી)
ગંજીભાઇ કરમાવત(મારવાડી)
કબ્જે કરેલ મુદામાલ
યાવીઓનો ઝુમખો જેની કિ.રૂ.00/-
ઇલેક્ટ્રીક પકડ જેની કિ.રૂ.00/-
— ડીસમીસ જેની કિ.રૂ.૦૦/-
- લોખંડ ઘસવાનુ કાનસ જેની કિ.રૂ.00/-
- ગણેશીયુ જેની કિ.રૂ.૦૦/-
જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો રમેશભાઇ રાઠોડ નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
- ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં. ૧૨૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૪ વિગેરે મુજબ
- જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો રમેશભાઇ રાઠોડનો ગુનાહિત ઇતિહાસ
- હળવદ પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં. ૫૭૦/૨૦૨૪ બી.એસ.એસ. કલમ ૩૦૫,૩૩૧(૧), ૩૩૧(૨) મુજબ
- હળવદ પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં. ૨૩૧/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૪ વિગેરે મુજબ
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં. ૧૨૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૪ વિગેરે મુજબ
રાજા રમેશભાઇ રાઠોડ (ચીત્રાવત) નો ગુનાહિત ઇતિહાસ
હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં. ૧૮૪૩/૨૦૨૧ આઇ.પી.સી. ક.૩૮૦,૪૫૪,૧૧૪ મુજબ
- પધ્ધર પોલીસ સ્ટેશનમાં સી-પાર્ટ ગુ.ર.નં. ૧૨૩/૨૦૨૩ પ્રોહિ ધારા ક. ૬૬(૧)(બી) મુજબ
પધ્ધર પોલીસ સ્ટેશનમાં સી-પાર્ટ ગુ.ર.નં. ૨૦૧/૨૦૨૫ પ્રોહિ ધારા ક. ૬૬(૧)(બી) મુજબ
અલગ અલગ ચોરીઓમાં રિકવર થયેલ મુદ્દામાલની વિગત
રિકવર થયેલ મુદ્દામલની વિગત
(૧) ચાંદીની ઢાળ નંગ-૨૩ કુલ વજન ૧ કિલો ૮ ગ્રામ જેની કિ.રૂ.૯૭,૨૦૦/-
(૨) ચાંદીના મોતી સાથેના મંગલસુત્ર નંગ-૦૩ જેનુ વજન ૧૪૫ ગ્રામ કિ.રૂ.૧૫,૧૨૦/-
(૩) ઝાંઝરી જોડ-૦૨ નંગ-૦૪ જેનુ વજન ૧૯૫ ગ્રામ કિ.રૂ.૨૧,૦૬0/-
(૪) યાંદીની ગળાની કંઠી નંગ-૦૧ જેનુ વજન ૮૨ ગ્રામ કિ.રૂ.૮,૮૫૬/-
(૫) સોનાની ઢાળ મોટી જેનુ વજન ૧૫.૧૯૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૫૧,૫૨૦/-
(૬) સોનાની ઢાળ નાની જેનુ વજન ૯.૮૯૦ ગ્રામ જેની કિ.રૂ.૯૮.૬૫૨/-
(૭) સોનાની નાકમાં પહેરવાની સરી નંગ-૦૧ જેનુ વજન ૦.૨૫૦ ગ્રામ કિ.રૂ.૨૧૬૦
(૮) અલગ અલગ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૮,૦૦૦/-
કુલ કિ.રૂ.૪.૦૨.૫૬૮/-
(ચાર લાખ, બે હજાર, પાંચસો અડસઠ રૂપિયા)