કુંભારિયાના સીમમાં ફાર્મ હાઉસમાંથી 3.09 લાખની ચોરી

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ કુંભારિયાના સીમ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાંથી 3.09 લાખની કિંમતના તેલના ડબ્બાની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 7/12ના રાતના સમયે શુભમ ફાર્મ હાઉસમાં કોઈ અજાણ્યા ત્રણ શખ્સ ગોડાઉનમાં તાળાં તોડીને અંદર ઘુસ્યા હતા અને અહીથી સીંગતેલના 15 લિટરના 103 ડબ્બાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.