પગપાળા જઈ રહેલ યુવાનને જીપકારએ હડફેટે લેતા કાળનો કોળિયો બન્યો
copy image

ભુજના મોટાથી કોટડા વચ્ચે ધોરીમાર્ગ પર પગપાળા જઈ રહેલ યુવાનને જીપકારએ હડફેટે લેતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, રાજસ્થાનનો 36 વર્ષીય મહેશસિંહ ઉર્ફે અનિલ કિશનસિંહ સોઢા નામનો યુવાન મોટાથી કોટડા વચ્ચે ધોરીમાર્ગ પર પગપાળા જઈ રહ્યો તે દરમ્યાન જીપકારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આ યુવાનને હડફેટે લીધો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનનું મોત થયું હતું. આ મામલે પોલીસે જીપ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.