નખત્રાણાના તમામ ગામોની ગૌચર જમીનોના રક્ષણ અને વિવિધ પડતર માંગણીઓને લઈને સરપંચ સંગઠન દ્વારા પ્રાંત કચેરી બહાર પ્રતીક ધરણા યોજી આક્રમક વિરોધ પ્રદર્શન કરાયું

નખત્રાણા તાલુકાના તમામ ગામોની ગૌચર જમીનોના રક્ષણ અને વિવિધ પડતર માંગણીઓને લઈને આજે નખત્રાણા સરપંચ સંગઠન દ્વારા પ્રાંત કચેરી બહાર પ્રતીક ધરણા યોજી આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ધરણામાં તાલુકાના સરપંચો, ઉપ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સરપંચ સંગઠને સ્પષ્ટ માંગ કરી છે કે તાલુકાના તમામ ગામોની ગૌચર જમીનની હદ માપણી કરવામાં આવે અને બાકી રહેલા સર્વે નંબરોના નકશાઓ સત્વરે તૈયાર થાય આ ઉપરાંત પશુધન માટે અનામત એવી ગૌચર જમીનો જે અન્ય હેતુઓ કે કંપનીઓને ફાળવવામાં આવી છે તેના વહીવટી આદેશો તાત્કાલિક રદ કરી તેને કાયમી ધોરણે ગૌચર તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે માત્ર જમીન બચાવવી જ નહીં પરંતુ ગૌચરના વિકાસ માટે પશુઓને પીવાના પાણીના તળાવો અને ઘાસચારાના વાવેતર માટે જરૂરી સરકારી ગ્રાન્ટ ફાળવવાની પણ રજૂઆત કરવામાં આવી છે આ લડતને વિવિધ સંગઠનો દ્વારા પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે જો આગામી સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી અપાઈ છે

બાઈટ : ભારુ ભાઈ ગઢવી સરપંચ