નશાકારક માદક પદાર્થોના સેવન ક૨વા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ચીજ વસ્તુઓ સાથે એક ઇસમની થઈ ધરપકડ
copy image

ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર નાઓ દ્વારા રાજયમાં સગીર/યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાકારક માદક પદાર્થના સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેડટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામા આવે છે તે પદાર્થની અંદર ટાઈટેનીયમ ઓક્સાઈડ, પોટેશીયમ નાઈટ્રેટ, આર્ટીફીશીયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થે હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોય જેથી ગૃહ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર નાઓ દ્વારા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓની સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધિત કરતુ જાહેરનામું બહાર પાડવામા આવેલ હોય અને પ્રતિબંધિત વસ્તુઓનુ સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી ક૨તા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય.
જેથી મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા ઈ.પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ પ્રકારના નશાકારક માદક પદાર્થના સેવન ક૨વા માટે ઉપયોગમા લેવામા આવતી પ્રતિબંધિત વસ્તુઓનુ સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કમલેશ કોલ્ડડ્રિન્ડ, દુકાન નં-૧૨/એ, મોરખીયા ચેમ્બર, પ્લોટ નં-૪૪, સેક્ટર-૦૯, ગાંધીધામ ખાતેથી પ્રતિબંધિત વસ્તુઓ સાથે નીચે જણાવેલ ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
:: આરોપી વિગત ::
(૧) કમલેશભાઈ ગોવિંદભાઈ હાલાણી (ઠક્કર) ઉ.વ.૪૨ ૨હે.મ.નં-૧૯૨/એ, અપનાનગર, ગાંધીધામ
:: કબ્જે કરેલ મુદ્દામાલની વિગત ::
(૧) ગોગો-થ્રી પેપ૨ નંગ-૮૧ કિ.રૂ.૮૧૦/-
(૨) ગોગો રોલીંગ કોન નંગ-૪૬ કિ.રૂ.૬૯૦/- એમ કુલ્લ કિ.રૂ.૧૫૦૦/-
ઉપરોકત સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્રારા ક૨વામાં આવેલ છે.