નવી દુધઇમાં એક મકાનમાંથી 67 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

daru

copy image

copy image

અંજાર ખાતે આવેક નવી દુધઇમાં એક મકાનમાંથી 67 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નવી દુધઇના જયંતિ અરજણ કોળી નામનો શખ્સ પોતાના મકાનમાં  દારૂ મંગાવી ગ્રાહકોને વેંચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપીના મકાનમાંથી  કુલ રૂા. 67,900નો શરાબનો જથ્થો નીકળી પડ્યો હતો. કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમ ગેરહાજર હોતા પોલીસની પકડથી દૂર હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.