બે વણશોધાયેલ ચોરીઓના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી જાદવનાઓએ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી, લીલાભાઈ ગઢવી, રાજેશભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ ચોરીઓના વણશોધાયેલ ગુના ોધી કાઢવા તપાસમાં હતા દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઈ દેસાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ચંદુ ઇસ્માઇલ કોલી રહે. ભોજાય તા.માંડવીવાળો તેના મળતીયાઓ સાથે હાલે ભોજાય ગામ થી દેઢીયા ગામ તરફ જતા રસ્તાની બાજુમાં શંકાસ્પદ મુદામાલ સાથે ઉભેલ છે અને તેની પાસે રહેલ મુદામાલ તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તે મુદ્દામાલ સગેવગે કરવાની ફીરાકમાં છે જે હકીકત આધારે મજકુર (૧) ચંદુ ઇસ્માઇલ કોલી, (૨) ચિંતન ઉર્ફે ચીટુ ઠાકરશી ઓડીયાણા (રાજપુત) તથા (૩) રાજેશ ઇસ્માઇલ કોલી વાળા ઇસમો મળી આવેલ તેમને ચેક કરતા તેમની પાસેથી પવનચકકીના નટ બોલ્ટ તથા ૦૬ બેટરીઓ મળી આવેલ જે બાબતે મજકુર ઇસમો પાસે કોઇ આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ જેથી યુક્તી પ્રયુક્તિ પુછપરછ કરતા મજકુર ઇસમોએ જણાવેલ કે અમારી પાસે રહેલ નટ બોલ્ટ તથા અન્ય પવનચક્કીનો સામાન ભોજાયના સુજલોન કંપનીના ભાડાના મકાનમાંથી ચોરી કરેલ તથા એક બેટરી તુફાન ગાડી માંથી કાઢી ચોરી કરેલ તથા અલગ અલગ સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાંથી ઝાટકા મશીનની બેટરી નંગ ૦૫ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. તેમજ મજકુર ઇસમોને આ સિવાય અન્ય કોઇ ચોરી કરેલ છે કે કેમ તે બાબતે પુછપરછ કરતા ચંદું કોલી તથા ચિંતન ઓડીયાણા નાઓએ જણાવેલ છે અમે બન્ને ભેગા મળી ભોજાય ગામમાંથી એક એક જ્યુપીટર મોપેડ વાહન ચોરી કરેલ તેમજ એક સાઇન મોટર સાઇકલ ચોરી કરેલ તથા બે અલગ અલગ વાડીમાંથી ટપક માટેની ડ્રિપ પાઇપ લાઇન ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મળી આવેલ તમામ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ -૧૦૬ મુજબ તપાસ અર્થે શક પડતી મીલકત તરીકે કબ્જે કરેલ છે તેમજ મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઈ મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ:

  • ચંદુ ઇસ્માઇલ કોલી ઉ.વ.૨૨ રહે. મફતનગર ભોજાય તા. માંડવી
  • ચિંતન ઉર્ફે ચીટુ ઠાકરશી ઓડીયાણા (રાજપુત) ઉ.વ. ૨૭ રહે. કૃષ્ણનગર ભોજાય તા. માંડવી
  • રાજેશ ઇસ્માઇલ કોલી ઉ.વ. ૩૨ રહે રહે. કોટડી મહાદેવપુરી તા. માંડવી

કબ્જે કરેલ મદામાલ:

  • નટ બોલ્ટ વજન આશરે ૪૦ કી.ગ્રા. કી.રૂ. ૪૦૦૦/-

અલગ અલગ સાઇઝની નાની મોટી બેટરી નંગ ૦૬ કી.રૂ. ૩૦,૦૦૦/-

  • મોબાઇલ ફોન નંગ – ૦૧, કિં.રૂ. ૫,૦૦0/-

વણશોધાયેલ શોધી કાઢેલ ગુનાઓ:

  • એક જ્યુપીટર મોપેડ વાહન ચોરી બાબતે ગઢશીશા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૮૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ની કલમ ૩૦૩(૨),૩૨૯(૩) મુજબ.
  • બેટરી ચોરી બાબતે ગઢશીશા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. ૦૨૮૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા

ની કલમ ૩૦૩(૨) મુજબ