‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત CEIR પોર્ટલ તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તથા હ્યુમન સોર્સની મદદથી અરજદારોના ગુમ થયેલ મુદ્દામાલ શોધી અરજદારોને સુપ્રત કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી બોડર્ર રેન્જ-કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓએ મિલ્કત સબંધી ગુનાઓના ભેદ ઉકેલી લોકોના જાન-માલનું રક્ષણ કરવા ખાસ સુચના આપેલ,

જે અન્વયે ભુજ શહેર એ.ડીવીઝન પો.સ્ટે.મા અરજદારશ્રીઓના અલગ અલગ મુદામાલ ગુમ થયેલ જે અંગે ભુજ શહેર એ.ડીવી. પોલીસ સ્ટેશન આવી લેખીત તથા મૌખીક રજુઆત કરેલ જે હકીકત આધારે પોલીસ ઇન્સપેકટરશ્રી એ એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ CEIR પોર્ટલની મદદથી અરજદારશ્રીઓના મોબાઇલ ફોન તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તથા લોકલ કેમેરા ફુટેજ અને હ્યુમન સોર્સની મદદથી મો.સા. એક્ટીવા તથા કિંમતી ડોક્યુમેન્ટ વાળો થેલો શોધી અરજદારશ્રીઓને પરત સોપવામાં આવેલ છે.

પરત સોપેલ મુદ્દામાલ:-

(૧) એક એક્ટીવા.જેના રજી.નં.GJ-12-DD-2850 વાળી જેની કિ.રૂ.૩૦,૦૦૦/-

(૨) એક મો.સા.જેના રજી.નં.GJ-12-CK-6125 વાળી જેની કિ.રૂ.૨૫,૦૦૦/-

(૩) એક મોટોરોલા કંપનીનો મોટો ૩૫ મોબાઇલ જેની કી.રૂ.૧૪,૯૯૯/-

(૪) એક સેમસંગ કંપનીનો એસ ૨૧ મોબાઇલ જેની કી.રૂ.૩૪,૯૯૯/-

(૫) એક વિવો કંપનીનો વાય-૩૩ મોબાઇલ જેની કી.રૂ.૧૮,૦૦૦/-

(૬) એક કિમતી ડોક્યુમેન્ટ વાળો થેલો.

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબના

માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલા હતા