માંડવીની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા  છે માંડવીના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરી દીધી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં માહિતી મળી રહી છે જે અનુસાર  આરોપી નરાધમે સગીરા સાથે મિત્રતા વધારીને સગીરા છાણા વીણવા જતી, તે દરમ્યાન તેની એકલતાનો લાભ લઈ બે વખત શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરી દીધી હતી ઉપરાંત આ અંગે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. આ બનાવ પોલીસ ચોપડે ચડતા પોલીસે કાર્યવાહી આરંભી દીધી હોવાનું જાણવા મળ્યું છે.