ચેક પરત ફરતા રસલિયાનો આરોપી એક વર્ષ માટે જેલના હવાલે
copy image

નખત્રાણા તાલુકાનાં રસલિયાના આરોપી શખ્સને ચેક પરતના કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રસલિયાના ઓસમાણ આદમ લાંગાયે અબડાસા ખાતે આવેલ સણોસરાના ફરિયાદી એવા પરેશાસિંહ બનુભા જાડેજા પાસેથી કરેલ ભેંસની ખરીદી પેટે થતી કિમતની ચુકવણી માટે આપેલ ચેક પરત ફરતા તેને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી ઈશમે ફરિયાદી પાસેથી રૂ. 20.91 લાખની 41 ભેંસ ખરીદી હતી, જેમાંથી બાકી નીકળતા રૂ. 14.91 લાખનો ચેક આપવામાં આવેલ હતો, જે બેંકમાં જમા કરાવતા પરત ફર્યો હતો. આ ચેક પરત ફરતા આરોપી ઈશમ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો જેમાં કોર્ટે બને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ તેમજ ચેકની રકમ જેટલું જ વળતર ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે.