ગણતરીના દીવસોમાં અનડીટેકટ મો.સા ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ

મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લામા બનતા મિલ્કત સબંધી બનાવો રોકવા તેમજ આદિપુર પો.સ્ટે. દાખલ થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજાર તથા પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા સાહેબની સુચનાથી આદિપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.ભાવિનભાઈ બાબરીયા તથા પો.કોન્સ.અમરીશભાઈ ચાવડાનાઓને ચોકકસ બાતમી હકીકત આધારે મો.સા. ચોરીના ગુનાઓમા સંડોવાયેલ આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ મો.સા.રિકવર કરી અનડીટેકટ ગુનાને ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી આરોપીને ચોરી કરેલ મો.સા. સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગુના નંબર તથા કલમ:-
ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૨૨૫૦૮૯૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ
આરોપીનું નામ :-
ગોપાલ ગણપતભાઈ બારોટ ઉ.વ ૨૫ રહે.આદિપુર ગાંધીધામ
રિકવર થયેલ મુદામાલ:-
CD110 ડ્રીમ મો.સા. રજી.નં-જીજે-૧૨-ઇજી-૮૬૮૬ કિ.રૂ.૨૫,૦૦૦/-
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા તથા પો.ઇન્સ.શ્રી આર.સી.રામાનુજ સાથે આદિપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી ક૨વામાં આવેલ છે.