મુંદ્રાના મોટી ખાખરમાંથી સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

મુંદ્રા ખાતે આવેલ મોટી ખાખરના વાડી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે જે અનુસાર, ગત તા. 20ના રાત્રીના સમયે આરોપી ઈશમે ફરિયાદીના વાલીપણામાંથી લગ્નની લાલચ આપી સગીરાને લલચાવી-ફોસલાવી સગીરાનું અપહરણ કરી લઈ ગયેલ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.