ખાવડાના આર.ઈ. પાર્કમાંથી 1.05 લાખની ચોરી કરી તસ્કરો થયા ફરાર
copy image

ભુજના ખાવડાના આર.ઈ. પાર્કમાંથી 1.05 લાખની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવના ફરિયાદી એવા સિક્યુરિટી કંપનીના દીપચંદ રામનિવાસએ આ મામલે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા ચોર ઈશમો સ્ટર્લિંગ વિલ્સન કંપનીના ટ્રાન્સફોર્મરના બસબાર, એમએમ ઉપરાંત કોપરની પટ્ટીઓ તથા એલ્યુમિનિયમની પ્લેટો સહિત કુલ રૂપિયા 1.05 લાખની માલમત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયેલ હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.