આધાર પુરાવા વગરના 1.28 લાખના ઓઇલના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ચૌહાણનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન
પોહેડ.કોન્સ રાજદિપસિંહ ગોહિલ તથા પો.કોન્સ.મહેશકુમાર ચૌહાણનાઓને ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે, એક ટાટા કંપનીનુ છોટા હાથી તથા સુઝુકી સુપર કેરી ગાડીના ચાલકો ટ્રાન્સવલ્ડ સી.એફ.એસ.બાજુથી હિન્દ સર્કલ તરફ આવી રહેલ હોય અને તેના કબ્જાની બંન્ને ગાડીઓમાં શંકાસ્પદ ઓઇલનો જથ્થો ભરેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ તપાસમાં રહેતા બાતમી મુજબની બન્ને ગાડીઓ આવતા ચેક કરી જોતા તેમાં બ્લુ કલરના બેરલો પડેલ હોય જે બેરલોમાં જોતા ઓઇલ ભરેલ હોય જેથી મજકુર ઇસમોને તેમના કબ્જાની ગાડીઓમાં ભરેલ ઓઇલ બાબતેના આધાર પુરાવા કે બીલ રજુ કરવા જણાવતા મજકુંર ઇસમો પોતાની પાસે કોઇ આધાર પુરાવા નહિ હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ – ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- કુલ્લ ઓઇલ લીટર ૩૨૦૦ કિ.રૂ.૧,૨૮,૦૦૦/-
- ટાટા કંપનીનુ મદનીયું રજી.નં.GJ 27 X 0949 કિ.રૂ. 2,00,000/-
- સુજકી કંપનીની સુપર કેરી ગાડી રજી.નં. GJ 12 CT 2080 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
પકડાયેલ ઇસમ
- દાઉદ ઇશાક કુંભાર ઉ.વ.૩૨ રહે.સુરલીટ રોડ, GIDC પાસે, ભુજ
- અયાન અબ્દુલ રહેમાન કુંભાર ઉ.વ.૨૦ રહે અમનનગર, રેલ્વે સ્ટેશન રોડ, ભુજ