નવસારીમાં બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
copy image

નવસારીમાં બસ અને કન્ટેનર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છ. જે અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, આજે સવારે નવસારી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આ બનાવ બન્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકોને તેમના કાર્યસ્થળે લઈ જનાર બસ અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર ટક્કર થતા આ ગોઝારો બનાવ બન્યો હતો. ટક્કર બાદ બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ જવા પામી હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર 10 જેટલા શ્રમિકો ઘાયલ થયાં હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બનાવને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.