ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જાહેરમાં ગંદકી કરતા ઇસમો પાસેથી દંડ વસુલવામાં આવ્યો.
ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જાહેરમાં ગંદકી કરતા ઇસમો પાસે થી દંડ વસુલવાની કામગીરી છેલ્લા એક સપ્તાહ થી ચાલુમાં છે, અંદાજીત ૨૦૦ થી ૨૫૦ જેટલી જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમજ અંદાજીત ૨૫ જગ્યાએ કુલ રૂ. ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ નો દંડ કરવામાં આવ્યું. આ કામગીરી મુખ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ. મોટા શોરૂમ, દુકાન ધારકો અને લારી ગલ્લા વાળાને જાહેરમાં ગંદકી ના કરવા અને સ્વચ્છતા જાળવવા માટે સમજાવવા આવે છે તેમજ દંડ પણ કરવામાં આવે છે. આ કામગીરી હજુ આગળ પણ ચાલુ રહેશે. જેથી કરીને શહેરીજનોને તેમજ લારી ગલ્લા વાળા તેમજ દુકાનદારોને જાહેરમાં ગંદકી ના કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા હજુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે.