ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે આરોપીને પકડી પાડતી LCB પૂર્વ-કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હડીકત મળેલ કે મનજી ભચાભાઈ કોલી રહે.જુની મોટી ચીરઈ ભચાઉ વાળો રાજદીપ સોલાર કંપનીની બાજુના કાચા રસ્તા પરથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ વાળી બંદુક સાથે જઈ રહ્યો છે. જેથી ઉપરોકત હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ ક૨તા ઉપરોકત આરોપી પાસેથી આધાર પુરાવા વગરની દેશી હાથ બનાવટની બંદુક મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે
પકડાયેલ આરોપીનું નામ
(૧) મનજી ભચાભાઈ કોલી ઉ.વ. ૨૫ રહે. જુની મોટી ચીરઈ ભચાઉ
પકડવાનો બાડી આરોપીનુ નામ
(૧)કારા જુસબ નારેજા રહે.હીંમતપુરા ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ
- દેશી હાથ બનાવટની સીંગલ બેરલવાળી બંદુક નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-
દાખલ થયેલ ગુનાની વિગત
ભચાઉ પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૧૦/૨૦૨૬ આર્મ્સ એક્ટ ૬.૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એક્ટ ૧૩૫
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.