તાંત્રિક વિધિના નામે છેતરપીંડી કરી મેળવેલ રોકડા રૂ.૭.૨૦ લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ-કચ્છ(ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ(ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી. બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા છેતરપીંડી કે છળપકટના બનાવો સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ, જેથી કોઇ વ્યક્તિ સાથે આવો કોઇ બનાવ બનેલ હોય તો નખત્રાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવેલ હોઇ જે દરમ્યાન એક જાગ્રુત નાગરિક નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે, છેલ્લા ૦૭વર્ષથી પોતાની સાથે બે ઇસમોએ જેઓ ફકીર(બાપુ) હોવાનુ જણાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરીને વિશ્વાસમાં લઇ નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ તેમજ તેમની પાસે રહેલ રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી આજદીન સુધી રોકડા રૂપિયા ૭,૫૦,૦૦૦/- લઇ લીધેલ છે. અને હજુ પણ તાંત્રિક વિધિ કરવાનું કહી વધારે રૂપિયાની માગણી કરતા હોઇ પરંતુ હવે ફરીયાદી પાસે રૂપિયા ના હોઇ અને ફરીયાદી માનસિક રીતે હતાશ થઇ ગયેલ હોઇ તેવી હકિકત જણાવતા નખત્રાણા પોલીસે તેની સાથે બનેલ બનાવની પુરેપુરી માહિતી મેળવી તાત્કાલિક ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરીને બંન્ને આરોપીઓને પકડી પાડી તેઓની પાસેથી ગુના કામે ગયેલ મુદ્દામાલ રોકડા રૂ.૭,૨૦,૦૦૦/- કબ્જે કરી ફરીયાદીને માનસિક ત્રાસ તેમજ આર્થિક નુકશાન થતું અટકાવી કાયદેસરની કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
(૧) પીરમામદ ફકીરમામદ ફકીર ઉર્ફે ફિરોજ ફકીર ઉ.વ.૫૦
(૨) લતીફ ફકીરમામદ ફકીર ઉ.વ.૪૫ બન્ને રહે.રહીમનગર, ભુજ
મોડસ ઓપરેન્ડી(M.O.):-
આ કામેના આરોપીઓ કોઇ એવા વ્યક્તિને શોધીને કે જેના ઘરમાં નાના મોટા દુ:ખના પ્રસંગો બનેલ હોય જેને દુ:ખ દૂર કરવા માટે તાંત્રિક વિધિઓ કરીને વિશ્વાસમાં લઇને અલગ-અલગ જગ્યાએ બોલાવીને તાંત્રિક વિધિઓ કરીને તેની પાસેથી રૂપિયા પડાવી તેમજ તેમને એવું કહેતા કે, તમારી વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રોકડા રૂપિયા ભરેલા કોથળા નિકળશે તેમજ તમે દેવને આપેલા રૂપિયા ડબલ થઇને તમને મળશે તેવી લાલચ આપી લોકો સાથે રોકડા રૂપિયા લઇને છેતરપીંડી કરી ગુનાને અંજામ આપતા હતા.
- કબ્જે કરેલ મુદ્દામાલ:-
રોકડા રૂપિયા-૭,૨૦,૦૦૦/-
એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧ તેમજ સાદા મોબાઇલ ફોન નંગ-૦૨
જેની કુલ્લે કિં.રૂ.૪,૦૦૦/-
એમ કુલ્લે કિં.રૂ.૭,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. તથા મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.