ભચાઉ પો.સ્ટે વિસ્તારમાંથી શંકાસ્પદ યુરીયા ખાત૨ના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી LCB પુર્વ કચ્છ ગાંધીધામ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી ડાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરનુ પીક અપ ડાલુ જેના રજી.નં. જીજે-૧૨-વાય-૩૪૭૦ વાળા વાહનમાં ખેતી માટે ઉપયોગ થાય તે સબસીડી વાળુ યુરીયા ખાતર ભરેલ છે અને હાલે ભચાઉ ખારોઈ જતા હાઇવે પર આવેલ તીર્થ ઇન્ડસ્ટ્રીયલ કંપનીના ખાલી થઈ રહેલ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા બે ઇસમો હાજર મળી આવતા આ યુરીયા ખાતરનાં જથ્થા બાબતે પુછપરછ કરતા તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ગુનો કરી અથવા ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાઈ આવતા બી.એન.એન.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી તથા મળી આવેલ ઇસમોને બી.એન.એન.એસ. કલમ ૩૫(૨),ઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને સદરહુ પકડાયેલ યુરીયા ખાતર બાબતે ખેતીવાડી અધિકારીશ્રીનાઓને જાણ કરવામાં આવેલ છે જે પકડાયેલ યુરીયા ખાતરના સેમ્પલ નમુના મેળવી તેઓનો અભિપ્રાય આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) મોમાયાભાઈ વેરાભાઈ ઉંદરીયા ઉ.વ. 33 રહે. કકરવા તા.ભચાઉ(માલ ભરી આવનાર ડ્રાઈવર)

(૨) મહમદ તસલીન તૈયબઅલી અંસારી ઉ.વ. ૨૬ રહે. ખત્રી મસ્જીદ પાછળ ચાંદની ચોક ભચાઉ મુળ રહે. પ્રયાગરાજ ઉત્તરપ્રદેશ (કંપની પ્લાન્ટ ઓપરેટર)

પકડવાના બાડી આરોપીઓનાં નામ

(૧) ભરત આહિર રહે. ચોબારી તા.ભચાઉ (યુરીયા ખાતર મોકલનાર)

(૨) સીદીક ખત્રી (કંપની મેનેજર)

(૩) ભાવેશ મહેતા (કંપની માલિક)

કબ્જે કરેલ મુદામાલ ની વિગત –

  • યુરીયા ખાતરની પ્લાસ્ટીકની બેગ નંગ-૭૦ કિ.રૂ. ૧,૩૪,૦૦0/-

મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-

-મહીન્દ્રા પીક અપ ડાલુ ૨જી.નં. જીજે-૧૨-વાય-૩૪૭૦ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-

કુલ કિ.રૂ. ૩,૩૯,000/-

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.