ભચાઉના વાંઢિયા ગામમાંથી 90 હજારની મુદ્દામાલ સાથે નવ ખેલીઓ પકડાયા
copy image

ભચાઉ ખાતે આવેલ વાંઢિયા ગામમાંથી 10 હજારની રોકડ સાથે પોલીસે નવ ઈશમોને ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, જે મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના વાંઢિયા ગામમાં અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી જુગાર રમતા નવ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 10,550 સહિત કુલ રૂા. 90,550નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.